શિયાળાની સિઝનમાં ગરમા-ગરમ હલવો ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. એવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ કાચા પપૈયાનો હલવો ઘરે કેવી રીતે બનાવવો? તેના વિશે આજે અમે આપને જણાવીશું.
કાચું પપૈયું પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં વિટામિન્સ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે હેલ્થ માટે પણ ફાયદેમંદ નીવડે છે.
કાચા પપૈયાનો હલવો બનાવવા માટે તમારે ક્રશ કરેલ પપૈયા, દૂધ, દેશી ઘી, ખાંડ, ઈલાયચી પાવડર અને બદામ, કાજૂ અને પિસ્તા જેવા ડ્રાય ફ્રૂટ્સની જરૂર પડશે.
એક કડાઈમાં દેશી ઘીને ગરમ કરો અને તેમાં ક્રશ કરેલ પપૈયું ઉમેરો. ધીમી આંચ પર પપૈયાને ત્યાં સુધી શેકો, જ્યાં સુધી તેનો રંગ બદલાય નહીં.
જ્યારે પપૈયુ સારી રીતે શેકાઈ જાય, તે બાદ તેમાં દૂધ નાંખીને થોડી વાર ધીમી આંચ પર રાખો. દૂધની સાથે પપૈયું સૉફ્ટ થઈ જશે. જે બાદ તેમાં ખાંડ મિક્સ કરીને બરાબર હલાવો. જેનાથી હલવો ટેસ્ટી અને ગળ્યો થઈ જશે.
હલવામાં ઈલાયચીનો પાવડર ઉમેરો. જેનાથી તેનો સ્વાદ અને સુગંધ પણ વધી જશે. આ સાથે જ ઉપરથી ડ્રાયફ્રૂટ્સ ભભરાવો. જે હલવાને હેલ્ધી અને ક્રન્ચી બનાવી દેશે.
જ્યારે હલવામાંથી ઘી નીકળે અને કડાઈમાં છૂટૂ પડવા લાગે,તો સમજી લો તમારો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને તમે મહેમાનોને પીરસી શકો છો.