ઘરે બનાવેલ ઘી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, પરંતુ દૂધની મલાઈ એકદમ પરફેક્ટ દાણાદાર ચોખ્ખું ઘી બનવવું મુશ્કેલ બની જાય છે, આજે અમે તેની રસળ રીત જણાવીશું.
દૂધની તાજી મલાઈ, દહી, મીઠું.
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધને ગરમ કરો અને પછી તેને 7થી 8 કલાક ઠંડુ થવા દો, પછી ઉપરથી જાડી મલાઈને ચમચાની મદદથી કાઢી લો.
હવે એકત્ર કરેલી મલાઈમાં એક ચમચી મેરવણ ઉમેરીને મલાઈ જમાવી દો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઝેરણીની મદદથી વલોવીને તેમાંથી માખણ ઉતારી લો.
માખણને પાણીથી એક બે વાર ધોઈને એક તપેલામાં ભેગુ કરી અને ગેસ પર ઘી બનાવવા માટે મૂકો.
માખણમાંથી બધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર પકાવી લો અને થોડું ઠંડુ થાય પછી ગરણી વડે ઘી ગાળી લો.
તૈયાર છે આપણું ઘરની મલાઈમાંથી બનાવેલું ચોખ્ખું ઘી તમે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.