Grey Hair: શું ખારા પાણીથી વાળ સફેદ થઈ શકે? એક્સપર્ટ પાસેથી જાણો જવાબ


By Sanket M Parekh14, Dec 2024 04:34 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

એવી કેટલીક વાતો પ્રચલિત છે કે, સૉલ્ટ અર્થાત મીઠા વાળા હાથ વડે વાળને સ્પર્શ કરવાથી અથવા ખારા પાણીથી વાળ ધોવાના કારણ તે ઝડપથી સફેદ થવા લાગે છે. એવામાં સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉ. નિવેદિતા દાદુ પાસેથી તેની પાછળની સચ્ચાઈ વિશે જાણીએ...

શું છે સચ્ચાઈ?

કેટલાક લોકો એવું માને છે કે, જો વાળને મીઠા વાળો હાથ અડાડીએ અથવા તેને ખારા પાણીથી ધોવામાં આવે તો તે સફેદ થવા લાગે છે. જો કે આમાં કોઈ સચ્ચાઈ નથી. વૈજ્ઞાનિક દ્રસ્ટિકોણથી જોઈએ તો, મીઠું કે ખારા પાણીથી વાળ ક્યારેય સફેદ નથી થતા.

વાળ પર સૉલ્ટની અસર

જો કે સૉલ્ટ સીધી રીતે વાળને ક્યારેય સફેદ નથી કરતું, પરંતુ વધુ પડતા ખારા પાણીના કારણે વાળ ખરાબ થવા લાગે છે. જેના કારણે વાળ ખરવા જેવી સમસ્યા જરૂર થઈ શકે છે.

સફેદ વાળના અન્ય કારણો

જો તમારા પરિવારમાં કોઈના જલ્દી સફેદ વાળ થયા હોય, તો તમારા પણ નાની વયે વાળ સફેદ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત અસંતુલિત હોર્મોન પણ વાળ પર વિપરિત અસર કરે છે. આ સાથે જ શરીરમાં જરૂરી વિટામિનની ઉણપથી પણ વાળ અકાળે સફેદ થવા માંડે છે.

સૂર્ય નમસ્કાર

સૂર્યના કિરણો વાળ માટે હાનિકારક નીવડી શકે છે. વધારે પડતા તડકાના કારણે વાળમાં નમી ઓછી થઈ જાય છે, જેના કારણે વાળ બરછટ થવા સાથે નબળા પડવા લાગે છે. આખરે વાળ જલ્દી સફેદ થવા માંડે છે.

વાળની જરૂરી કાળજી

યોગ્ય કાળજીથી વાળને હેલ્ધી રાખી શકાય છે. આ માટે નિયમિત વાળ ધોવા અને મોઈશ્વરાઈઝ કરવા જરૂરી છે. આ ઉપરાંત વધારે હીટ સ્ટીઈંગથી બચો.

ડાયટનું ધ્યાન

સ્વાસ્થ વાળ માટે સારી ડાયટ જરૂરી છે. વિટામિન અને મિનરલ્સથી ભરપુર આહાર વાળને મજબૂત બનાવે છે. જે વાળને સફેદ થતા પણ બચાવે છે.

તબીબની સલાહ

આમ છતાં જો તમારા વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા હોય, તો તમારે સારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી જ રહી.

Weight Loss: વજન ઘટાડવા માટે આજથી ફોલો કરો આ ડાયટ પ્લાન