ક્રિસ્પી ઢોસાનો મસાલો બનાવવાની રીત


By Vanraj Dabhi15, Feb 2024 06:29 PMgujaratijagran.com

સામગ્રી

બાફેલા બટાકાનો છૂંદો,તેલ,રાઈ,હિંગ,ચણાની દાળ,અડદની દાળ,કાજુ,ડુંગળી,લીલાં મરચાં,સૂકા લાલ મરચાં,મીઠો લીમડો,છીણેલું આદુ,હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરું,મીઠું,કોથમરી,પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકાને બાફી છાલ કાઢીને મેશ કરી લો.

સ્ટેપ- 2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ,આદુ,લાલ અને લીલા મરચાં,ચણાની દાળ,અડદની દાળ ઉમેરીને સાંતળો.

સ્ટેપ- 3

હવે તેમાં મીઠો લીમડો,કાજુ,ડુંગળી ,હલ્દી,લાલ મરચું પાવડર,ધાણાજીરું,મીઠું ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે તેમાં છૂંદેલા બટાકાને પેનમાં ઉમેરીને બધું સારી મિક્સ કરીને થોડું પાણી ઉમેરીને થોડી વાર પકાવો.

ગાર્નિશ કરો

હવે તેમા કોથમરી ગાર્નિશ કરીને ક્રિસ્પી,ગોલ્ડન-બ્રાઉન ઢોસા સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હાંડવો રેસિપી : દુધીનો હાંડવો ઘરે બનાવવાની રીત