હાંડવો રેસિપી : દુધીનો હાંડવો ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi15, Feb 2024 05:13 PMgujaratijagran.com

દુધીનો હાંડવો

હાંડવો તો તમે ખાધો હશે પરંતુ શું તમે દૂધીનો હાંડવો ખાધો છે, આજે અમે તમારા માટે સ્પેશિયલ હાંડવો બનાવાની રેસિપી જણાવીશું.

સામગ્રી

દૂધીનું છીણ,ચોખા,ચણા-અડદ-તુવેર-મગની દાળ,દહીં,આદું-મરચાં-લસણની પેસ્ટ,રાઈ,તલ,હળદર,ખાંડ,મીઠું,ઈનો,તેલ,હીંગ,લીમડાના પાન,લાલ મરચું,સૂકું મરચું,કોથમરી.

સ્ટેપ-1

સો પ્રથમ બધી દાળ-ચોખા મિક્સ કરી સારી રીતે ધોઈને 6/7 કલાક માટે પલાળીને ફરીથી ધોઈને મિક્સરમાં દહીં નાખી પીસી લો.

સ્ટેપ-2

હવે આ મિશ્રણમાં 6/7 કલાક પછી આથો આવે એટલે તેમાં હળદર,નમક,ખાંડ,દૂધીનું છીણ,આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

ગેસ ઉપર હાંડવાની પ્લેટ તપવા મૂકી દો અને એક વઘરીયમાં તેલ ગરમ કરી રાઈ,હીંગને,તલ નાખીને વઘારીને હાંડવાના ખીરામાં રેડી દો.

સ્ટેપ-4

હવે હાંડવા પોટને તેલ થી ગ્રીસ કરીને નીચે 2 ચમચી તેલ,ઇનો નાખીને હલાવીને હાંડવા પોટમાં ભરી લો.

સ્ટેપ-5

હવે તેને ગરમ કરવા મુકેલી રેતી પર મૂકીને ઢાંકણ ઢાંકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 6

હવે વઘારિયામા તેલ ગરમ કરીને વઘારની બધી સામગ્રી નાખીને હાંડવામાં વઘાર કરી તાવિતાથી કાઢીને એક પ્લેટમાં કાઢી લો.

સર્વ કરો

તૈયાર છે દૂધીનો હાંડવો તમે તેને ગરમ ગરમ ચા અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં મસ્કા બન ખાવાના બેસ્ટ સ્થળો