હોળી રમતા પહેલા આ વસ્તુનું ચોક્કસપણે ધ્યાન રાખો સ્કિનને કોઈ નુકસાન થશે નહિ


By Smith Taral23, Mar 2024 01:46 PMgujaratijagran.com

હોળીનો રંગીન તહેવાર નજીક આવી રહ્યો છે, આ તહેવારમાં આપણે બધું ભૂલીને એક બીજાને રંગ લગાડીએ છીએ. પરંતુ જો અમુક વસ્તુનું ધ્યાન રાખવામાં ન આવે તો હોળી રમ્યા પછી પસ્તાવો થાય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કેટલિક જરૂરી વસ્તુ જે તમારે ધ્યાન રાખવી જોઈએ

નખને ટ્રિમ કરો

નાના નખમાં રંગ અને ગંદકી જાય છે જે પછી હોળી દરમિયાન અથવા પછી ત્વચાની બિમારીઓ અને ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે

કપડાં

હોળી રમતા પહેલા હંમેશા લાંબી બાંયના કપડાં, પેન્ટ અને સ્કાર્ફનો ઉપયોગ કરો, તમારું શરીર પૂરી રીતે કવર હોવું જોઈએ, અનાંથી ને કોઈ ખરાબ કે પાક્કા રંગ થી બચી શકો છો

તેલ લગાવવું

હોળી માટે બહાર જતા પહેલા તમારા વાળમાં નારિયેળ અથવા ઓલિવ તેલ સારી રીતે લગાવી લો, આમ કરવાથી રંગ કાઢવો સરળ રહેશે.

મોઇશ્ચરાઇઝ

સ્કિનને હાઇડ્રેટ કરવા અને રંગના કેમિકલ્સથી બચાવવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો, પછી ભલે તમે ઘરની અંદર હોળીની ઉજવણી કરતા હોવ.

પેટ્રોલિયમ જેલી

તમારા હોઠને નરમ અને કોમળ રાખવા માટે પેટ્રોલિયમ જેલી લગાવી લો આ તરમ હોઠ ની દ્ર્યનેસ દૂર કરશે. તમે તેને તમારી ગરદન, કાનની પાછળ અને આંગળીઓ પર પણ લગાવી શકો છો.

આ 5 વિટામિન C-સમૃદ્ધ ખોરાકનું સેવન કરો વાળના સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ