વિટામિન C યુક્ત ખોરાકનું નિયમિત સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. વિટામિન C રોગપ્રતિકારક શકિત વધારે છે. આ સિવાય તે વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેટલાક ફળો વિશે જેમાં તમને ભરપુર માત્રા માં વિટામિન C મળી રહેશેજામફળ
જામફળના વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, પોટેશિયમ અને અન્ય ઘટકોથી ભરપૂર છે. આ સિવાય તેમાં વિટામિન C અને અન્ય એન્ટીઓક્સીડન્ટ પણ રહેલા હોય છે જે શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
કિવિમાં જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને ઓછી કેલરી હોય છે. જે વધારાનું વજન દૂર કરવામાં મદદ કરે છે.
સ્ટ્રોબેરી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, હૃદયના સ્વાસ્થ્યને સાચવે છે અને બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખે છે. સ્ટ્રોબેરી ખાવાથી વિટામિન C પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
અનાનસમાં જરૂરી પોષકતત્ત્વો અને એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે, જે તમને રોગો સામે રક્ષણ આપે છે, અને પાચન સુધારે છે
પપૈયાનું ફળ, એન્ટીઑકિસડન્ટો અને વિટામિન એ, C અને ઇથી સમૃદ્ધ હોય છે.જે શરીરમાં પાચન પ્રક્રિયાઓને સરળ બનાવે છે