શિયાળામાં તાજા લીલા વટાણા ખાવાની મજા જ કંઇક અલગ જ હોય છે. વટાણા, પરાઠા, પુલાવ, કચોરી વગેરે જેવી વાનગીઓમાં એ સ્વાદ ઉમેરે છે. પરંતુ તેને છોલવા પણ એટલા જ કંટાળજનક લાગે છે. તેથી અમે તમારી માટે કેટલીક એવી ટ્રિક્સ લઇને આવ્યા છે, જેની મદદથી તમે થોડી જ મિનિટોમાં વટાણાની છોલી શકશો.
વટાણાને ઝડપથી છોલવા માટે એક મોટા વાસણમાં પાણી ઉકાળી લો. પછી તેમાં તેમાં વટાણા નાખો. વટાણાને થોડીવાર ઢાંકીને રહેવા દો. આમ કરવાથી વટાણાનો સ્વાદ બગડશે પણ નહીં.
વટાણાને ઉકાળ્યા પછી, તેની છાલ સોફ્ટ થઈ જશે અને તે ઝડપથી ખુલશે. તેને એક છેડે હળવા હાથે દબાવશો તો વટાણા તરત જ બહાર આવી જશે.
વટાણાને ગરમ પાણીથી ગાળીને અલગ કરી લો. પછી તેને સાદા પાણી કે પછી બરફના પાણીમાં નાખો. આનાથી માત્ર વટાણાને ઠંડક મળશે અને બીજ પણ તાજા રહેશે.
સૌથી સારી વાત એ છે કે આ રીતે વટાણા કાઢવાથી તેના સ્વાદમાં કોઈ ફરક પડતો નથી અને લાંબા સમય સુધી બગડતો નથી. તમે તેને એક મહિના માટે સ્ટોર કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.
વટાણાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તેને છોલીને ધોઈને, 1-2 કલાક તડકામાં રાખો. વટાણા સારી રીતે સુકાઈ જાય પછી તેને ફ્રિજમાં સ્ટોર કરી લો
તમે વટાણા સ્ટોર કરવા માટે હવાચુસ્ત પોલિથીનનો ઉપયોગ કરી શકો છો. આ માટે વટાણાને પોલિથીનમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરો. આનથી વટાણા બગડશે નહિ.
તમે પણ વટાણાને છાલને જલદી દૂર કરવા માટે આ ટ્રીક અપનાવી શકો છો.. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા થો ગુજરાતી જાગરણ.