કુદરતી રીતે દાંતને ચમકદાર બનાવવાની 9 અસરકારક રીતો


By Smith Taral17, Aug 2024 05:05 PMgujaratijagran.com

બેકિંગ સોડાથી બ્રશ કરો

દાંતને કુદરતી રીતે ચમકાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ ટૂથપેસ્ટ તરીકે કરો. તે દાંતને હળવા પોલિશ કરે છે અને તેની સફેદી વધારવામાં મદદરૂપ થાય છે.

એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરો

પાતળું એપલ સીડર વિનેગરના કોગળા કરવાથી દાંતના ડાઘ દૂર કરવામાં અને બેક્ટેરિયા નાશ કરવા માટે મદદ કરે છે.

ઓઇલ પુલીગ

દરરોજ 15-20 મિનિટ માટે નાળિયેર અથવા તેલથી ઓઇલ પુલીંગ કરો. આ રીત તમારા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને દાંત પરના પ્લાકને ઘટાડી દાંતને મજબૂત બનાવે છે.

ફળો અને શાકભાજી

સફરજન, ગાજર, અને સેલરી જેવા ખાદ્યપદાર્થો કુદરતી રીતે દાંતની સફાઈ કરે છે.

હાઇડ્રોજન પેરોક્સાઇડના કોગળા

હાઇડ્રોજન પેરોક્સાઇડના કોગળા કરવાથી દાંતને સફેદ કરી શકાય છે અને બેક્ટેરિયા દૂર થાય છે

સ્ટેનિંગ ખોરાકનું ઓછુ સેવન

કોફી, ચા, રેડ વાઇન અને સોડા જેવા પીણાંનો પ્રમાણસર ઉપયોગ કરો. તે દાંત પર સ્ટેનિંગ અને રંગ ઘટાડવામાં મદદ કરે છે.

સુગર-ફ્રી ચ્યુઇંગ ગમ

સુગર-ફ્રી ચ્યુઇંગ ગમ ચાવવાથી લાળનું ઉત્પાદન વધે જે મોં સાફ કરીને દાંતને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

હાઇડ્રેટેડ રહો

દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો. આ કુદરતી રીતે દાંતને સ્વચ્છ રાખે છે અને તેને સડવાથી બચાવે છે.

7 ભારતીય ભોજન, જે તમે માત્ર 15 મિનિટમાં તૈયાર કરી શકો છો