સફેદ વાળની તકલીફથી વૃદ્ધોથી લઈને હવે યુવાનો પણ પરેશાન છે, કામના પ્રેશર અને તાણના લીધે આ સમસ્યા વધતી જાય છે. આના નિવારણ માટે આપડે અવનવા ઉપચાર કરતા હોઈએ છે, ક્યારેક પરિણામ મળે છે ક્યારેક નથી મળતું. તેવામાં અમે તમારી માટે એક સરળ અને ઝડપી ઉપાય લઈને આવ્યા છે. આ 3 વસ્તુઓને મહેંદી સાથે લગાવાથી તમે તમારી વાળની સુંદરતામાં વધારો કરી શકો છો.
નારીયેળ,સરસવ કે એંરડાનું તેલને મહેંદીમાં મેળવીને વાળમાં લગાવવાથી વાળ કાળા બને છે. એટલુંજ નહી આનાથી મહેંદીનો રંગ પણ લાંબા સમય સુધી ટકી રહે છે.
50 ml તેલમાં 2-3 ચમચી મહેંદી ઉમેરી તેને લોંખડના કોઈ વાસણમાં ગરમ કરી લો. મિશ્રણ જ્યાં સુધી કાળુ ના પડી જાય ત્યાં સુધી તેને ગરમ કરતા રહો. ત્યારપછી મિશ્રણને ઠંડુ કરીને તેને કાચની શીશીમાં ભરી લો. ન્હાવાના 4 કલાક પહેલા વાળમાં લગાવી લો અથવા આખી રાત પણ લગાવીને રાખી શકો છો. ત્યારપછી હુંફાળા પાણીથી શેમ્પુ કરી લો.
સફેદ વાળ માટે આમળાનો ઉપયોગ પણ ખૂબ સારો સાબીત થઈ શકે છે. આનાથી વાળની બીજી સમસ્યાનું પણ નિવારણ લાવી શકાય છે.
કોઈ એક વાસણમાં એક ચમચી આમળાનો પાવડર લો, તેમાં 2-3 ચમચી મહેંદી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લો. પાણી રેડીને મિક્ષરની સ્મુધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં 3-4 કલાક સુધી રહેવા દઈને, માઈલ્ડ શેમ્પુ અને હુંફાળા પાણીથી ધોઈ લો.
કોફીથી વાળનો નેચરલ કલર પાછો લાવો. કોફી વાળના કલરને નિખારવા ખુબ લાભદાયી છે, તેના ઉપયોગથી તમે માઈલ્ડ બરગંડી્ કલર પ્રાપ્ત કરી શકો છો.
2-3 ચમચી મહેંદીમાં બરાબર માત્રામાં ઈેડીગો પાવડર અને એક નાની ચમચી કોફી ઉમેરો. આમા ગરમ પાણી રેડીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં 3-4 કલાક સુધી રહેવા દઈને, માઈલ્ડ શેમ્પુ અને હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડીયામાં 2-3 લગાવાથી તમને પરિણામ સારું મળશે.
આમા બતાવેલી એક પણ વસ્તુથી તમને બળતરા, ખંજવાળ કે ઈરીટેશન થાય તો, તરતજ વાળ ધોઈ લેવા.
આ વસ્તુઓના ઉપયોગથી તમે તમારા સુંવાળા વાળ હવે લાંબા અને કાળા બનાવી શકો છો. આવી નવી અને રસપ્રદ જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.