ઘણા લોકોને દાંતોમા પાન મસાલાના સેવનથી તથા સ્મોકિંગ કરવાથી પીળાપણુ આવી જાય છે. આ દાંતો પર જમા થયેલા પીળાપણાને દૂર કરવા માટે કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ. આ ઉપાયો અપનાવવાથી દાંત સફેદ બને છે.
આપણે બધા જ લોકો આપણા દાંત સફેદ બને તેવુ ઈચ્છીએ છીએ. તેના માટે કેટલાક ઘરેલૂ ઉપાય તમે અપનાવી શકો છો.
જો તમારા દાંતો પર પણ પીળાપણુ જામી ગયુ છે તો સોડા અને મીઠાનુ મિશ્રણ બનાવીને તમે દાંત પર લગાવી શકો છો. તેનાથી દાંતને સફેદ કરવામા મદદ મળે છે.
સફરજનના સિરકા દાંત માટે ખૂબ જ ઉપયોગી છે. રોજ દાંતો પર સફરજનના સિરકાને લગાવવાથી દાંતો પર સફેદી આવવા લાગે છે.
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે. કેળાની છાલના સફેદ ભાગને પીળા પડેલા દાંતો પર લગાવવાથી દાંત સફેદ અને મજબૂત બને છે.
હીંગને પાણીમા નાખીને પલાળી લો. હવે હીંગ વાળા પાણીથી દિવસમા 2-3 વાળ કોગળા કરવાથી દાંતોનુ પીળાપણુ દૂર થાય છે.
લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, લીમડાનુ દાંતણ કરવાથી પીળા પડેલા દાંતને સફેદ કરવામા મદદ મળે છે. લીમડાના દાંતણ કરવાથી દાંતનો દુખાવો પણ દૂર થાય છે.