જો કપડા પર હળદરના ડાઘ હોય તો તેને દૂર કરવું મુશ્કેલ બની જાય છે, પરંતુ કેટલીક ટિપ્સની મદદથી આ કામ સરળ બની જાય છે.
કપડા પર 1 ચમચી કોનસ્ટાર્ચ નાખો અને તેમાં થોડા ટીપાં પાણી ઉમેરો. થોડા સમય પછી કપડાને ગરમ પાણીમાં ઘસીને સાફ કરો.
ગ્લિસરીન અને લિક્વિડ સોપ મિક્સ કરીને લગાવો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.
બ્રશની મદદથી સફેદ ટૂથપેસ્ટ લગાવો, થોડી વાર રહેવા દો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.
લીંબુને અડધું કાપીને ડાઘવાળી જગ્યા પર ઘસો અને થોડી વાર પછી તેને ગરમ પાણીથી ધોઈ લો ડાઘ દૂર થઈ જશે.
બેકિંગ સોડાને પીળાના ડાઘવાળી જગ્યા પર લગાવો અને ઘસો. પછી કપડાને થોડીવાર ઘસીને પાણીથી ધોઈ લો.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચચતા રહો.