ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં રાખવી આ રીતે કાળજી


By Smith Taral28, May 2024 04:39 PMgujaratijagran.com

ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ ખાવાપીવા અને અન્ય દિનચર્યાની ટેવો પર ખાસ ધ્યાન આપવુું જરૂરી છે, ઉનાળામાં ઘણા લોકો ગરમીથી બચવા સોફ્ટડ્રીન્ક, કોલ્ડડ્રીન્કનું અને તળેલા અને મસાલેદાર ખોરાકનું સેવન કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે. ચાલો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં કેવી રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ

પાણીની ઉણપ

ઉનાળામાં અંત્યત ગરમીથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જરૂરી છે. આ ઋતુમાં તાજા ફળો અને સોડા અને કેફીન ફ્રી ડ્રીન્કસ લેવા જોઈએ, જેવા કે નારિયેળ પાણી, સુગર ફ્રી લેમોનેડ, લસ્સી વગેરે.

તડકામાં રહેવાનું ટાળો

ડાયાબિટીસના દર્દીઓએ લાંબા સમય સુધી તડકામાં ન રહેવું જોઈએ. વધારે પડતો તડકો ડિહાઇડ્રેશન, ચક્કર, પરસેવો,માથાનો દુખાવો, અને ઉબકા જેવી સમસ્યા ઊભી કરે છે.

કસરત કરો

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. કસરત અને યોગ ડાયાબિટીસને કંટ્રોલ રાખવામાં મોટો ભાગ ભજવે છે.

તળેલા ખોરાક

ડાયાબિટીસના દર્દીઓ માટે તળેલો ખોરાક પણ નુકસાનકારક છે, અને ખાંડ તો ઝેર સમાન છે. આ માટે આ બે પ્રકારના ખોરાકથી હંમેશા દૂર રહેવું

તળેલા ખોરાક

ડાયાબિટીસના દર્દીઓ માટે તળેલો ખોરાક પણ નુકસાનકારક છે, અને ખાંડ તો ઝેર સમાન છે. આ માટે આ બે પ્રકારના ખોરાકથી હંમેશા દૂર રહેવું

ઉનાળામાં કિવી ખાવાના ફાયદા