શિયાળામાં રાજસ્થાનની પ્રખ્યાત લીલી હળદરનું શાક ટ્રાય કર્યું કે નહીં!


By Vanraj Dabhi24, Dec 2023 12:54 PMgujaratijagran.com

સામગ્રી

લીલી હળદર, તેલ,ઘી, લસણની કળીઓ, આદુ, લીલા મરચા, સમારેલ ફુલાવાર,લીલી વટાણા,દહીં,જીરું,એલચી,તમાલપત્ર,ડુંગળી,કાજું,ધાણાજીરું પાવડર,મીઠું, મરચું પાવડર, કોથમરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ લીલી હળદરની છાલ ઉતારીને સમારી લો.

સ્ટેપ- 2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં લીલી સમારેલ હળદર અને ફુલાવર એક પછી એક તળીને એક વાસણમાં કઢી લો.

સ્ટેપ- 3

હવે તળેલી હળદરને મિક્સરમાં નાખીને ક્રસ કરી લો અને દહીંનું ઘોરવું બનાવી લો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમામ મસાલા અને સમારેલી ડુંગળી નાખીને વઘાર કરીને તેમાં આખા કાજું નાખીને પકાવો.

સ્ટેપ- 5

હવે દહીંના ઘોરવામાં ધાણાજીરું,મીઠું સહિતના મસાલા એડ કરીને મિક્સ કરીને વઘારમાં નાખીને થોડીવાર પકાવો.

સ્ટેપ- 6

હવે તેમાં તળેલું ફુલાવર,લીલા વટાણાના દાણાં અને ક્રસ કરેલી લીલી હળદર ઉમેરીને થોડીવાર પકાવો.

ગાર્નિશ કરો

કોથમરી ગાર્નિશ કરીને મિક્સ કરો અને વરાળમાં થોડીવાર રહેવા દો.

સર્વ કરો

તૈયાર છે તમારું લીલી હળદરનું શાક, તમે તેને ગરમાગરમ રોટલી, રોટલા,બ્રેડ,નાન વગરે સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત તુવેર ટોઠા ઘરે બનાવો