ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત તુવેર ટોઠા ઘરે બનાવો


By Vanraj Dabhi24, Dec 2023 11:45 AMgujaratijagran.com

તુવેર ટોઠા રેસીપી

શિયાળામાં આ રેસીપી લોકોને ખૂબ જ ભાવે છે, આ રેસીપીને મોટાભાગે ઉત્તર ગુજરાતીમાં પ્રખ્યાત રેસીપી છે, પરંતુ તમારે જો તેને ઘરે બનાવવું હોય અમે તમને એકદમ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ તુવેર ટોઠાની એકદમ સરળ રેસીપી.

સામગ્રી

1 Kg લીલી તુવેરના દાણા,લીલુ લસણ,રાય,જીરુ,હળદર,હીંગ,લાલ મરચું પાવડર,ધાણાજીરુ પાવડર,સૂકા લાલ મરચા,તેલ,મીઠું,સમારેલી ડુંગળી,આદુ, લસણ-ટમેટાની પ્યુરી,કોથમરી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક વાસણમાં તવેરના દાણા ફોલીને ગરમ પાણીમાં બાફી લેશું.

સ્ટેપ- 2

હવે એક તપેલામાં તેલ ગરમ કરીને બધા મસાલા નાખીને વઘાર કરો.

સ્ટેપ- 3

હવે તેમા સમારેલી ડુંગળી નાખીને સાંતળી અને લસણ-ટમેટાની પ્યુરી ઉમેરો.

સ્ટેપ- 4

થોડીવાર પકાવીને તેમાં મરચુ,મીઠું,હળદર,ધાણાજીરુ વગેરે મસાલા ઉમેરો.

સ્ટેપ- 5

સારી રીતે મિક્સ કરીને તેમાં બાફેલી તુવેર ઉમેરો અને 5 મિનિટ સુધી પકાવો.

ગાર્નિશ કરો

હવે તેમાં લીલુ લસણ અને કોથમરી ગાર્નિશ કરીને વરાળમાં પકાવો.

સર્વ કરો

આપણી તુવેર ટોઠા રેસીપી તૈયાર છે, તમે તેને બાજરાના રોટલા,રોટલી બ્રેડ વગેરે સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બચેલી દાળ ફેકી દેવાને બદલે બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ