દિવાળી પર દરેક લોકો વિવિધ પ્રકારના ફરસાણ બનાવતા હોય છે, તમે ઘઉંના લોટની ચકરી રેસીપી ટ્રાય કરી શકો છો.
ઘઉંનો લોટ,આદુ-લીલા મરચાંની પેસ્ટ, તેલ,લાલ મરચું પાઉડર, હળદર, દહીં, મીઠું, તેલ.
સૌ પ્રથમ એક કડાઈમાં ઘઉંનો લોટ હળવો શેકીને એક બાઉલમાં કાઢી લો.
હવે તેમાં આદું-લીલા મરચાની પેસ્ટ, તલ, લાલ મરચું પાઉડર, હળદર, દહીં, તેલ અને મીઠું નાંખો.
હવે થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને થોડીવાર સેટ થવા દો.
હવે ચકરી બનાવવા માટેનું મશીનમાં સ્ટાર આકારની પતરી મૂકી તેમાં લોટ ભરી ચકરી બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ચકરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ઘઉંના લોટની ચકરી, તમે દિવાળી પર હળવા ફરસાણમાં સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.