આ એક ફરસાણ છે, તમે દિવાળી પર યુનિક ફરસાણ ટ્રાય કરવા માંગતા હોવ તો, તમે આ રેસીપી અજમાવી શકો છો.
બેસન, અડદનો લોટ, પાપડનો ખારો, મીઠું, પાણી, તેલ, લાલ મરચું, સંચળ, ગરમ મલાસો.
એક બાઉલમાં પાપડનો ખારો, મીઠું અને પાણી નાખીને થોડીવાર ગરમ કરો.
હવે એક બાઉલમાં બેસન અને અડદનો લોટ નાખી તેમાં પાપડખાર અને મીઠાવાળું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટ પર તેલ લગાવીને સારી રીતે મસળીને થોડી વાર સેટ થવા દો.
લૂઆ બનાવીને પાટલા પર વેલણ વડે વણી પછી છરી વડે ચેકા પાડી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં તળીને એક પ્લેટમાં કાઢી તેની પર લાલ મરચું છાંટી લો.
તૈયાર છે ચોળાફળીની રેસીપી, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.