Gujarati Magas: દિવાળી પર પરફેક્ટ માપ સાથે દાણેદાર મગસ ઘરે બનાવો


By Vanraj Dabhi26, Oct 2024 12:47 PMgujaratijagran.com

મગસ રેસીપી

આ એક પ્રકારના મોહનથાળ જેવી રેસીપી છે, તમે દિવાળી પર આ યુનિક રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ચણાની દાળ, બેસનનો લોટ, દળેલી ખાંડ, ઘી, દૂધ, એલચી પાવડર, પિસ્તા, બદામ.

સ્ટેપ-1

એક મિક્સર જારમાં ચણાની દાળ ગ્રાઈન્ડ કરી લોટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમા ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું દૂધ ઉમેરીને પકાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં એલચી પાઉડર, દળેલી ખાંડ ઉમેરીને ચમચા વડે મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ નાખી સારી રીતે ફેલાવી ઉપર પિસ્તા, બદામ ગાર્નિશ કરો.

સર્વ કરો

હવે છરી વડે ચોસલા પાડીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Undhiyu: દિવાળી પર ઘરે ટ્રાય કરો સુરતી ઊંધિયું