આ રેસીપી મિક્સ સબ્જી અને તીખા તમતમતા મસાલા સાથે બનાવવામાં આવે છે, જે ખાસ જેવા કે ઉત્તરાયણ દિવાળી જેવા તહેવારો પર બનાવવામાં આવે છે.
બટાકા,રીંગણા,સુરતી પાપડી,લીલા વટાણા,લીલી તુવેર અને વટાણા,કોબી, ફલાવર,ગુવાર વાલોળ,શક્કરીયા,ગાજર,બીટ,કાજુ કિસમિસ,ટામેટાં,લીલા મરચા,લાલ મરચું પાવડર,ધાણાજીરુ પાવડર,હળદર પાવડર,ખાંડ રાઈ,હિંગ,તેલ,ઘઉંનો લોટ,ચણાનો લોટ,મેથીના પાન,ખાવાનો સોડા,લીંબુનો રસ,મીઠું,કોથમીર,તેલ,છીણેલું નારિયેળ.
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ,ઘઉંનો જાડો લોટ,મેથીની ભાજી અને મીઠું-મરચું-હળદર-ધાણાજીરું,દહીં ગરમ મસાલો નાખી લોટ બાંધી નાની મુઠડી બનાવીને તેલમાં ગુલાબી તળી લો.
હવે બધાં શાકને ધોઈ સમારીને તેમાં મસાલો ભરી લો.
હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ,લસણ,રાઈ-જીરું નાખી ટામેટાં નાખીને બધાં શાક ઉમેરીને હલાવો.
લાસ્ટમાં મરચું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું નાખી મેથીની મુઠડી નાખી જરૂર પુરતું પાણી નાખીને ચાર સીટી વાગે ત્યાં સુધી પકાવો.
તૈયાર છે સુરતી ઉંધિયું,દાડમનાં દાણાથી ગાર્નિશ કરો.
તમે પુરી,રોટલી,ચાપડી વગેરે સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.