Chocolate Ladoo: દિવાળી પર ઘરે બનાવો ચોકલેટ લાડુની રેસીપી


By Vanraj Dabhi26, Oct 2024 10:58 AMgujaratijagran.com

દિવાળી 2024

દિવાળીના તહેવાર પર દેરક લોકો અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે યુનિક સ્વીટ રેસીપી માટે ચોકલેટ લાડ બનાવી શકો છો.

ચોકલેટ લાડુ

દિવાળી પર ઘણી પ્રકારના સ્વીટ બજારમાં જોવા મળતા હોય છે, તમે ચોકલેટ લાડુની રેસીપી ઘરે અજમાવી શકો છો.

સામગ્રી

ખાંડ પાઉડર, મિલ્ક પાવડર, માખણ, દૂધ, વેનીલા એસેન્સ,પીસ્તા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં કોકો પાઉડર, મિલ્ક પાવડર અને પાઉડર ખાંડ ઉમેરીને બધી સૂકી સામગ્રીને એકસાથે મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં થોડું દૂધ અને વેનીલા એસેન્સ અને માખણ ઉમેરો.

સ્ટેપ-3

હવે બધું બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે આ મિશ્રણમાંથી હાથ વડે ગોળ લાડુ બનાવો.

સ્ટેપ-5

લાડુને સેટ થવા માટે અડધા કલાક કે તેથી વધુ સમય માટે ફ્રિજમાં મૂકી શકો છો.

સ્ટેપ-6

હવે પીસ્તાના છીણમાં લાડુને ગાર્નિશ કરો, તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતમાં પિનકોડની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?