જાણો લીવરને મજબૂત કરવા શું કરવું જોઈએ?


By Bhavesh Chaudhary03, Sep 2024 04:59 PMgujaratijagran.com

લીવર

લીવર આપણા શરીરનું એક મહત્તવનું અંગ છે. લીવર શરીરમાંથી ગંદકીને ફિલ્ટર કરવામાં અને દૂર કરવામાં મદદ કરે છે. જાણો લીવરને મજબૂત કઈ રીતે બનાવી શકાય છે.

ડાયેટિશિયન અભિપ્રાય

ડાયેટિશિયન જણાવ્યા મુજબ, જો લીવર નબળું હોય તો ફેટી લીવર અને સિરોસિસ જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. જેથી લીવરને મજબૂત કરવા માટે તમે તમારા આહાર પર ધ્યાન આપી અને દરરોજ યોગ કરવા જરૂરી છે.

ડુંગળી અને લસણ

ડુંગળી અને લસણમાં એમિનો એસિડ જોવા મળે છે જેથી લીવરને સાફ કરવામાં મદદ કરે છે. તેમજ તેને ખાવાથી લીવરમાં ચરબી જમા થતી અટકાવે છે.

મૂળાનું સેવન

મૂળામાં સલ્ફર જોવા મળે છે જે લીવરને સાફ કરે છે. જેથી મૂળાનું સેવન કરવું જરૂરી છે.

દાડમની ચા

દાડમની ચા માં એન્ટી-ઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે. જેથી તે લીવરને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે.

લીંબુ પાણી

લીંબુ પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. જેથી તે લીવરને મજબૂત કરવામાં મદદ મળે છે.

લીલા શાકભાજી

અનાજ, લીલા શાકભાજી, ફળો અને સૂકા ફળોમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જેથી તે લીવરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

સાવચેતીના પગલાં

જો આ બધી વસ્તુઓ ખાતી વખતે તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તમે તરત જ ડોક્ટરની સલાહ લઈ શકો છો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે ખાલી પેટે સૂંઠ અને એલચીનું સેવન કરવાના ફાયદા