જો તમે વૈક્સિંગ સમયે થતા દુખાવાથી હેરાન છો તો તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને એ દુખાવાને ટાળી શકો છો. આ રહી કેટલીક ટિપ્સ
વૈક્સિંગના દુખાવાને ઓછો કરવાની એક સારી ટિપ્સ એ છે કે તેની શરૂઆત નાના નાના ભાગો થી કરો. જેમકે તમે હાથના પંજાથી તેની શરૂઆત કરી શકો છો.
દુખવાને ઓછો કરવામાટે બીજો ઉપાય એ છે કે તમે ચામડી પરના વાળને કોમળ બનાવો જેથી કરીને તે નીકળતા સમયે વધારે ખેંચાણનો અનુભવ ના થાય. તે માટે વૈક્સિંગ કરતા પહેલા સારી રીતે હાથ પગને ધોઈ નાખો.
તમારે બ્લેડ અથવા રેઝરનો ઉપયોગ કરવો ન જોઈએ. તેનાથી વાળ કડક થઇ જાય છે અને વૈક્સિંગ વખતે દુખાવો થાય છે. આવા સમયે લોહી નીકળવાનો પણ ભય રહે છે.
તમે ફેસિયલ વૈક્સિંગ કરતા પહેલા સ્ક્રબ કરી શકો છો. તેનાથી ડેડ સ્કિન સેલ દૂર થઇ જાય છે. આ કરવાથી તમારી મો પરની ચામડીમાં કોમળતા આવશે જેથી દુખવા થવાની શક્યતા ઓછી થઇ જશે.