6 નંગ બટાકા,3 ચમચી તેલ,1/2 ચમચી જીરું,2 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ,6-7 મીઠા લીમડાના પાન,1/2 ચમચી હળદર,1/4 ચમચી હીંગ,1/2 ચમચી ગરમ મસાલો,3 ચમચી સમારેલી કોથમીર,1/2 લીંબુનો રસ,મીઠું સ્વાદ અનુસાર,1.5 કપ બેસન,1/4 ચમચી અજમો,1/4 ચમચી હીંગ,1/2 ચમચી શેકેલું જીરું પાવડર,1/4 ચમચી બેકીંગ સોડા,મીઠું સ્વાદ અનુસાર,પાણી જરૂર મુજબ,તેલ જરૂર મુજબ.
સૌપ્રથમ બટાકાને સાફ કરી બાફી તેની છાલ કાઢીને સ્મેશ કરી લો.
હવે મિકસર જારમાં આદુ, મરચા અને લસણ પીસી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ,હળદર,ગરમમસાલો,મીઠો લીમડો અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઊમેરી સાંતળી લો.
આ મસાલો ઠંડો પડે પછી તેના ગોળા બાલ કરીને સહેજ પ્રેસ કરો અને એક બાઉલમાં ચણાનો લોટ,અજમો, હીંગ, જીરું પાવડર, સોડા, મીઠુ અને જરૂર મુજબ પાણી નાખી બેટર બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી વડાને બેટરમાં ડીપ કરી તળી લો.
પાવમાં કાપા પાડી પાવની એકબાજુ સૂકી ચટણી અને બીજી બાજુ લીલી ચટણી લગાવી વચ્ચે વડુ મુકીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.