નાનપણમાં તમે ઘણાબધા આવા પીઝા ખાધા હશે, આવા પીઝા ખાઈને મોટા થયા છીએ,નરમ અને પીગળેલુ ચીઝ વાળા પીઝા ઇટાલિયન સ્ટાઇલ હોય છે જે હમણાં થોડા વર્ષો થી બધા ખાય છે. પણ આવા કડક અને ઉપર ચીઝ છીણીને નાખેલા પીઝા ખાવાની મજા જ કૈંક અલગ છે. ચાલો આજે અમે તેમને જશુબેન સ્ટાઇલ પીઝા બનાવવાની રીત જણાવીશું.
1 કપ સમારેલી ડુંગળી,1 કપ સમારેલા કેપ્સિકમ,1 કપ ટમેટા કેચ અપ,6 પીઝાના તૈયાર રોટલા, 1/4 કપ બટર,250 ગ્રામ ચીઝ.
સૌ પ્રથમ ડુંગળી અને કેપ્સિકમ એકદમ ઝીણા સમારી લો.
હવે ઓવનને પ્રી હીટ કરવા રાખો અને પીઝાના રોટલા પર બેઉ બાજુ બટર લગાવીને ઓવનમાં મૂકો.
ઓવનમાં 7 થી 10 મિનિટ બેક કરીને પીઝાને ક્રસ્ટ કડક અને બ્રાઉન કરી લો.
હવે આ કડક થયેલી સાઇડની ઉપર 2 ટેબલસ્પૂન ટોમેટો કેચ અપ સ્પ્રેડ કરીને ઉપર ડુંગળી અને કેપ્સિકમ નાખીને ફરી પીઝાને ઓવનમાં બેક કરો.
હવે બહાર કાઢીને ઉપર ચીઝ છીણીને ગાર્નિશ કરીને સર્વ કરો.
આ રીતે જશુબેનની સ્ટાઇલમાં પીઝા બનાવવામાં આવે છે, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.