અમદાવાદની ફેમસ છત્રભૂજની સેન્ડવીચ છે તેથી આજે અમે તમારા માટે વેજ ગ્રીલ સેન્ડવિચની રેસીપી લાવ્યા છીએ તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે અને તેના માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ સામાન્ય છે જે તમારા રસોડામાં સરળતાથી મળી જશે.ચાલો અમે તમને વેજ ગ્રીલ સેન્ડવિચની રેસીપીની સામગ્રી અને તેને બનાવવાની રીત જણાવીએ.
બ્રેડ, બાફેલા બટાકા, ટામેટા, કાકડી, કેપ્સીકમ, ચીઝ ક્યુબ્સ, લીલી ચટણી,કેચઅપ ,સ્વાદ માટે મીઠું.
સૌ પ્રથમ બે બ્રેડ લો અને તેની બંને બાજુ માખણ લગાવો.
હવે બ્રેડની એક બાજુએ લીલી ચટણી લગાવો અને પછી બ્રેડ પર ઝીણા સમારેલા બાફેલા બટેટાનો છુંદો લગાવો.
ત્યારબાદ કેચઅપ લગાવીને તેના પર બીજી બ્રેડ મૂકીને તેના પર સમારેલા ટામેટાં, લીલાં મરચાં અને કાકડી,ટોમેટો કેચપ અને છીણેલું ચીઝ મૂકો.
હવે તેના પર બીજી બ્રેડ મૂકો અને તેને ગ્રિલરમાં ગ્રીલ કરો, બ્રેડનો રંગ સોનેરી થઈ જાય એટલે સેન્ડવીચ તૈયાર.
હવે તમે તેને લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.
આ રીતથી તમે વેજ ગ્રીલ સેન્ડવીચ સરળતાથી બનાવી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.