ઉતરાયણ પર લોકો સૌથી વધુ તલની ચીકી ખાવાનું પસંદ કરતા હોય છે, તે દરેક લોકોની ફેવરિટ છે ઘણા ચીકી બનાવીને ખાય છે તો ઘણા લોકો તલના લાડુ બનાવીને ખાય છે.
મગફળીની ચીકી લોકોની ઓલ ટાઈમ ફેવરિટ છે, તેથી ઉતરાયણ પર લોકો તલ ચીકીની જેમ મગફળીની ચીકી ખાવાનું પસંદ કરે છે.
ઉતરાયણ પર લોકો પતંગ ચગાવવાની સાથે મમરાના લાડવાની લિજ્જત માણતા હોય છે.
આ રેસીપી ખાસ તહેવારો પર બનાવવામાં આવે છે, તેમા પણ ઉતરાયણ પર આ રેસીપી તો ચોક્કપણે બનાવવામાં આવે છે.
આ એક એવી રેસીપી છે જે ખાસ આ તહેવાર પર જ બનાવવામાં આવે છે, અલગ અલગ સાત ધાન જેવા કે ઘઉં,બાજરી,જુવાર,ચોખા વગેરેમાંથી આ બનાવવામાં આવે છે અને તેને ખીચડા તરીકે ઓળખવામાં આવે છે.
ઉતરાયણ પર તલમાંથી બનતી ગજક મીઠાઈ ખૂબ ખવાય છે.
આ રેસીપી પણ લોકોની ઓલ ટાઈમ ફેવરિટ છે, તેને અલગ અલગ લોટમાંથી બનાવવામાં આવે છે, જેમ કે ઘઉં, ચણાનો લોટ વગેરેમાંથી બનાવવામાં આવે છે.
ખીર એક એવી રેસીપી છે તે દરેક લોકોને ભાવે, ખાસ કરીને વડીલ લોકોને ખીર ખાવી ગમતી હોય છે.
ઉતરાયણ પર લોકો શક્કરીયાને બાફી અથવા શેકીને ખાતા હોય, શક્કરીયામાંથી શીરો પણ બનાવીને લોકો ખાતા હોય છે.