500 ગ્રામ બટાકા,1/2 ચમચી આદુ લીલા મરચાંની પેસ્ટ,1/2 ચમચી લીંબુનો રસ,1/3 ચમચી હળદર,1/4 ચમચી હિંગ,1/2 ચમચી રાઈ જીરું,5 મીઠા લીમડાના પાન,1/3 ચમચી ખાંડ,1/2 ચમચી ગરમ મસાલો,1 ચમચી વઘાર માટે તેલ,મીઠું સ્વાદાનુસાર,2 વાટકી ચણાનો લોટ,1 વાટકી મેથીની ભાજી,3 ચમચી સોજી,1/3 ચમચી બેકિંગ સોડા,1/2 ચમચી આખા ધાણા.
સૌ પ્રથમ છુંદાના ભજીયા માટે બટાકાને બાફી લો પછી તેમાં ઉપર મુજબ મસાલો એડ કરો.
મિશ્રણમાંથી ગોળગોળ બોલ બનાવી ચણાના લોટનું બેટર તૈયાર કરીને ગોળાને તેમાં બોળીને તેલમાં તળી લો.
બન્ને બાજુ ફેરવીને સારી રીતે તળીને એક પ્લેટમાં કાઢી લો તૈયાર છે તમારા બટાકાના ભજીયા.
મેથીના ભજીયા માટે ઉપર મુજબ મસાલા મિક્સ કરીને જાડું બેટર બનાવો.
મિશ્રણમાંથી ભજીયાને સેફ વગર બનાવીને તેલમાં તળવા મૂકો.
બટાકા ચીપ્સના ભજીયા બનાવવા માટે બેટરમાં બટાકાની ચિપ્સ ડુબાડીને તેલમાં તલી લો.
હવે તૈયાર છે આપડા ભજીયા તમે તેને ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.