Gujarati Lapsi: ગુજરાતી લાપસી બનાવાની રીત


By Vanraj Dabhi31, Oct 2024 10:13 AMgujaratijagran.com

ગુજરાતી લાપસી

લાપસી એ એક મીઠાઈની રેસીપી છે. ફાડા લાપસી દિવાળી જેવા તહેવારો પર ખાસ બનાવવામાં આવતી હોય છે.

સામગ્રી

ઘી, ઘઉંના ફાડા, એલચી, ડ્રાયફ્રૂટ્, ખાંડ, પાણી.

સ્ટેપ- 1

એક નોન-સ્ટીક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો.

સ્ટેપ- 2

ઘી ઓગળ્યા પછી તેમાં ઘઉંના ફાડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

ફાડાને ઘીમાં જ્યાં સુધી તેનો રંગ સફેદ ન થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 4

હવે તેમાં હૂંફાળું પાણી નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે તોમાં ખાંડ નાખીને બરાબર મિક્સ કરો.

ગાર્નિશ કરો

ફાડા લાપસીમાં એલચી અને ડ્રાયફ્રુટ્સ નાખીને મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે સ્વાદિષ્ટ ફાડા લાપસી, તમે તેને ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Diwali Wishes: દિવાળીના તહેવાર પર પ્રિયજનોને પાઠવો શુભકામનાઓ