આ રેસીપી દરેક ઘરે બનતી હોય છે પરંતુ તે પરફેક્ટ રીતે બનતી નથી, તેથી આજે અમે તમને સફેદ પુલાવ બનાવવાની સરળ રેસીપી જણાવીશું.
ચોખા,તાજા વટાણા,સમારેલુ ગાજર,પનીર,તમાલપત્ર,તજ,લવિંગ,બાદીયા,લીલી એલચી,કાળા મરી,તેલ,માખણ,કાજુ,લીંબુનો રસ,હીંગ,લીલા મરચા,કોથમીર,કિસમિસ,સ્વાદ પ્રમાણે મીઠું.આખા સુકા મરચા.
ચોખા ધોઈને પલાળી રાખો પછી કૂકરમાં મીઠું નાખી 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
હવે તેને ઠંડા થવા દો પછી શાકભાજી સમારી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમામ મસાલા ઉમેરો અને પછી મસારેલા શાકભાજી ઉમેરૂને 4 મિનિટ સુધી ધીમા તાપે પકાવીને પછી ચોખા ઉમેરો.
હવે તેને સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે આપણા ટેસ્ટી પુલાવ તમે તેને સર્વિસિંગ ડિશમાં કાઢીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.