હોમ મેઈડ વેજ ચીઝ બર્ગર રેસીપી


By Vanraj Dabhi02, Feb 2024 12:29 PMgujaratijagran.com

વેજ ચીઝ બર્ગર રેસીપી

ફાસ્ટ ફૂડમાં બર્ગરને પણ અલગ અલગ રીતે બનાવ શકાય છે,જો તમને ચીઝ ભાવતુ હોય તો તમે તેમાં ચીઝ પણ ઉમેરી શકો છો,જે કેફે જેવું જ બર્ગર બનશે.

સામગ્રી

બર્ગર બન,ગ્રીન ચટણી,માયોનીશ,બટર,પ્રોસેસ ચીઝ,બર્ગર બન ટીક્કી,રાઉન્ડ કાપેલી ડુંગળી,રાઉન્ડ કાપેલી ટોમેટા,રાઉન્ડ કાપેલ કાકડી,ચાટ મસાલો,ક્રશ બ્લેક પેપર પાઉડર,રેડ ચીલી પાઉડર,ટોમેટો કેચઅપ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બર્ગર બન લો અને તેને વચ્ચે થી કાપો કરીને તેને તવા પર શેકી લો, તે ક્રિસ્પી થાય પછી તેની ઉપર બટર લગાવો.

સ્ટેપ- 2

હવે ચટણી અને મયોનીસ,રેડ ચીલી પાઉડર નાખીને બરાબર મિક્સ કરીને કરીને સ્પાઈશી મિંટ માયો સોસને બર્ગર બનની બંને સાઇડ લગાવવો.

સ્ટેપ- 3

હવે તેની ઉપર બર્ગર ટીક્કી ફ્રાય કરીને મૂકો,જો તમને લેટેશ પસંદ હોઈ તો પેહલા નીચે એ મૂકવી ત્યાર બાદ તેની ઉપર ટીક્કી મૂકવી.

સ્ટેપ- 4

હવે ટીક્કી ઉપર ટોમેટા કેચઅપ રાઉન્ડ કરીને તેની ઉપર ડુંગળીની સ્લાઈસ નાખીને ઉપર માયોનીસ સ્પ્રેડ કરો.

સ્ટેપ- 5

હવે તેની ઉપર ટોમેટા સ્લાઈસ અને કાકડીની સ્લાઈસ મૂકવી અને ચીપોટલે સોસ સ્પ્રેડ કરી અને ઉપર બ્લેક પેપર અને ચાટ મસાલો સ્પ્રિંકલે કરવું.

સ્ટેપ- 6

હવે તેની ઉપર ફૂલ ચીઝ છીણીને ઉમેરીને બનને ઉપર મૂકીને બંને બાજુથી બંદ કરી ઉપર બટર સ્પ્રેડ કરો.

સર્વ કરો

હવે તેને ઓવન માં મૂકી ગરમ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે મગ દાળમાંથી ઘરે બનાવો ક્રિસ્પી પુરી