આ રીતે મગ દાળમાંથી ઘરે બનાવો ક્રિસ્પી પુરી


By Vanraj Dabhi02, Feb 2024 11:54 AMgujaratijagran.com

ક્રિસ્પી મગ દાળ પુરીની રેસીપી

આજે અમે મગ દાળમાંથી કચોરીને બદલે મગની દાળમાંથી પુરી બનાવીશું, જે ખાવામાં અદ્ભુત લાગે છે, તમે તેને બટાકાના શાક સાથે મહેમાનોને પણ પીરસી શકો છો.આવો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

મગની દાળ,લીલા મરચા,અજમો,લાલ મરચું પાવડર,મીઠું સ્વાદ મુજબ,કસુરી મેથી,કોથમરી,ઘઉંનો લોટ,તેલ જરૂરિયાત મુજબ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં મગની દાળને ઓછામાં ઓછા 2-3 કલાક પાણીમાં પલાળી દો.

સ્ટેપ- 2

પછી મગની દાળને ગ્રાઇન્ડરમાં નાંખીને તેમાં લીલાં મરચાં ઉમેરીને પીસી લો.હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ,મીઠું,લાલ મરચું પાવડર,કસુરી મેથી,લીલા ધાણા,અજમો અને મગની દાળ નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

લોટ બાંધતી વખતે તમે તેને નરમ બનાવવા માટે પાણી સાથે 1-2 ચમચી તેલ ઉમેરી શકો છો.

સ્ટેપ-5

હવે પુરીઓને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને લોટમાંથી બોલ બનાવો અને પુરીઓ વણી લો.

સ્ટેપ-6

હવે પુરીઓને તેલમાં નાખીને તળી લો, તૈયાર છે મગની દાળ પુરી,તમે તેને બટાકાના શાક સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ બ્રોકલી કબાબ રેસીપી