હોમ મેઈડ બ્રોકલી કબાબ રેસીપી


By Vanraj Dabhi02, Feb 2024 11:34 AMgujaratijagran.com

બ્રોકલી કબાબ રેસીપી

જો તમને બ્રોકોલી ન ભાવતી હોય તો તમે તેમાંથી સૂપ કે કબાબ બનાવીને પણ ખાઈ શકો છો.અમે આજે તમને બ્રોકોલીમાંથી કબાબ બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

બ્રોકલી,લસણ,આદુ,લીલા મરચાં,કોથમરી,હળદર-મીઠું-ધાણાજીરું,ગરમ મસાલો,બ્રેડના ટુકડા,

સ્ટેપ- 1

એક મિક્સર જારમાં બ્રોકલી,લસણ,આદુ,લીલા મરચાં,કોથમરી નાખીને ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ- 2

હવે બ્રોકલીની પેસ્ટમાં હળદર-મીઠું-ધાણાજીરું, ગરમ મસાલો,બ્રેડનો ભુકો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે આ મિશ્રણમાંથી નાના બોલ બનાવીને કબાબની જેમ ચપટા બનાવી લો.

સ્ટેપ- 4

હવે એક નોન સ્ટીક પેન પર એક તેલ નાખીને માલીસ કરીને કબાબ મૂકો અને કબાબને તેલથી માલીસ કરીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે બ્રોકલી કબાબ, તમે મન પસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઓટ્સ અને વટાણામાંથી બનાવો હેલ્ધી રેસીપી