શિયાળામાં દરેક લોકો પોતાને ફિટ રાખવા હેલ્ધી નાસ્તો ખાવાનું પસંદ કરતા હોય છે, તમે પણ જો હેલ્ધી નાસ્તો શોધતા હવો તો આ રેસીપી ઘરે અજમાવી શકો છો, જાણી લો સરળ રેસીપી.
ઘી,ઓટ્સ,વટાણા,ડુંગળી,ટમેટા,લીલા મરચા,મીઠું,ચીલી ફ્લેક્સ,હળદર,ધાણાજીરું,પાણી,કોથમરી.
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરીને ઓટ્સને શેકી લો.
હવે એ જ પેનમાં ફરીથી ઘી ગરમ કરીને તેમાં ડુંગળી,ટમેટા,વટાણા,લીલા મરચાની કટકી ઉમેરીને પકાવો.
હવે તેમાં મીઠું,ચીલી ફ્લેક્સ,હળદર,ધાણાજીરું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં શેકેલ ઓટ્સઅને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી પકાવી લો.
તૈયાર છે ઓટ્સ વટાણાની હેલ્ધી રેસીપી,તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.