શિયાળામાં દરેક લોકોને ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય છે, જો તમે સ્પાઈસી લસણની ચટણી ખાવાનું મન થાય તો આ રીતે ઘરે સરળતાથી બનાવી શકો છો.
લસણ,મીઠું,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,આમચુર પાવડર,હળદર,તેલ,જીરું,હીંગ.
સૌ પ્રથમ એક ખાંડણીમાં લસણની કળીઓની છાલ ઉતારીને ક્રશ કરી લો
હવે તેમાં હળદર-મીઠું,મરચું પાવડર ધાણાજીરું ઉમેરીને અધકચરી ખાંડી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ નાખીને ક્રશ કરેલી લસણની ચટણી ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે તીખી લસણની ચટણી, તમે પરાઠા સાથે તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.