શિયાળામાં રીંગણનો ઓળો અને બાજરાનો રોટલો ખાવાની ખૂબ મજા આવે છે, આજે અમે તેમને દેશી સ્ટાઈલમાં વાટકા રોટલો અને રીંગણનો ઓળો બનાવવાની રીત જણાવીશું.
બાજરોનો લોટ,પાણી,ટમેટા,રીંગણા,લસણની કળીઓ,લીલા મરચા,ડુંગળી,મીઠું-મરચું-હળદર,તેલ,કોથમરી.
સૌ પ્રથમ બાજરાનો લોટ બાંધી તેના રોટલા ઘડીને મોટા રીંગણા ઉપર લપેટીને ભઠ્ઠા પર શેકવા મૂકો.
હવે રીંગણા બરાબર શેકાય જાય પછી તેને ચપ્પુ વડે બે ઉભા ચેકા પાડીને અંદરથી રીંગણા કાઢી લો અને રીંગણાની છાલ ઉતારીને મેશ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં લીલા મરચા-લસણની પેસ્ટ,સમારેલા ટમેટા,ડુંગળી ઉમેરીને વઘારી લો.
હવે તેમાં હળદર-મરચું-મીઠું અને તૈયાર કરેલ રીંગણની મેશ ઉમેરીને મિક્સ કરી લો.
વાટકા રોટલા અને રીંગણ ઓળા રેસીપી તૈયાર છે, તમે બાજરાના વાટકા રોટલામાં પીરસી તેના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.