ગુજરાતી નાસ્તા માટે વાટી દાળના ખમણની રેસિપી એકદમ પરફેક્ટ છે


By Vanraj Dabhi19, Feb 2024 09:54 AMgujaratijagran.com

સામગ્રી

ચણાની દાળ,ચોખા,અડદની દાળ,દહીં,ઈનો,મીઠું,હળદર પાવડર,તેલ,ખાંડ,આદુ-લીલા મરચાની પેસ્ટ,,હીંગ,રાઈ,કોથમીર,તલ,લાલ મરચું પાવડર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ચણાની દાળ,ચોખા અને અડદની દાળને આખી રાત પલાળીને પછી મિશ્રણને બરછટ પીસી લો.

સ્ટેપ- 2

હવે તેમાં દહીં,ઈનો ઉમેરીને આથો લાવવા માટે ઢાંકીને મૂકો.

સ્ટેપ- 3

હવે એક વાસણમાં નાખી તેમાં મીઠું,આદુ-મરચાની પેસ્ટ,હિંગ,હળદર,ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે એક થાળીમા થોડું તેલ ગ્રીસ કરી મિશ્રણી તેમાં નાખીને સ્ટીમ કરવા મૂકો,પછી એક પ્લેટમાં કાઢીને તેના ટુકડા કરી લો.

સ્ટેપ- 5

હવે એક પેનમાં તેલ ગરમ કરીને રાઈ,હિંગ,લીલાં મરચાં,મીઠો લીમડો,તલ અને લાલ મરચુ પાવડર,ખમણના ટુકડા ઉમેરો અને ઉપરથી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે આપણા વાટી દાળનું ખમણ તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાજમા-ચાવલની પરફેક્ટ રેસિપી