વડોદરામાં જગદીશનો ચેવડો પ્રખ્યાત છે જેમાં ખાસ લીલો સુકો ચેવડો,સોલાપુરી ચેવડો,પેંડા,ભાખરવડી અને બીજું ઘણું ફરસાણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આજે અમે તેની રેસીપી જણાવીશું.
બટાકાની કાતરી,મીઠું,લીંબુના ફૂલ,ખાંડ,હળદર,તેલ,ચણાની દાળ,કાજુ,કિસમિસ.
સૌ પ્રથમ બટાકાની છાલ ઉતારીને તેની પાતળી અને લાંબી કાતરી પાડી પાણીથી ધોઈને સાફ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ભીનો ચેવડો નાખીને અધકચરી તળી લો.
હવે એક બાઉલમાં ખાંડ અને હળદર વાળું પાણી ચેવડામાં ઉમેરીને મિકસ કરો.
હવે તેમાં ચણાની દાળ અને મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે જગદીશનો લીલો ચેવડો તમે તેના પર કાજુ કિસમિસ ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.