વડોદરાના પ્રખ્યાત દુલીરામના પેંડા જેવા પેંડા ઘરે જ બનાવો


By Vanraj Dabhi30, Jan 2024 10:26 AMgujaratijagran.com

દુલીરામના પેંડા રેસીપી

ગુજરાતમાં વડોદરાનાં દુલીરામનાં પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. તેની રેસીપી એકદમ સરળ છે પરંતુ તેને બનાવવામાં સમય થોડો વધારે લાગે છે.આવો જાણીએ તેની રેસીપી.

ખાસિયત

દુલીરામના પેંડાની ખાસિયત એ છે કે રોજ જેટલા બને એટલા પેંડા વેચાઈ જાય છે. ભજીયાની જેમ અહીં પેંડા ખરીદવા લોકો રોજ લાઇનો લગાવે છે.

સામગ્રી

દૂધ,મલાઈ,ઘી,ખાંડ,એલચી પાવડર,લીંબુનો રસ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ દૂધને ગરમ કરી તેમાં લીબુંનો રસ ઉમેરીને ચમચા વડે દૂધને હલાવો જેથી દૂધ ફાટી જાશે અને દૂધમાંથી પનીર અને પાણી છૂટું પડશે.

સ્ટેપ- 2

હવે એક વાસણ પર ગરણી રાખીને ફાટેલા દૂધને ગાળીને પનીરને પાણીથી ધોઈને દબાવીને વધારાનું પાણી કાઢી લો.

સ્ટેપ- 3

હવે ગેસ પર કડાઈમાં પનીરને હલકું શેકી તેમાં ખાંડ,ઘી મિક્સ કરીને દૂધ બળે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 4

હવે ગેસથી ઉતારીને ઠંડુ થાય પછી તેને મિક્સરમાં નાંખીને ગ્રાઈન્ડ કરીને પાવડર બનાવી લો.

સ્ટેપ- 5

હવે તેને ફરી એજ કડાઈમાં નાંખી 5 મિનિટ પાછું ગરમ કરો અને 1 ચમચી દૂધ નાખીને એલચી પાઉડર મિક્સ કરો.

સ્ટેપ- 6

હવે ગેસ પરથી ઉતારીને થોડું ઠંડુ થાય એટલે હાથમાં ઘી લગાવીને થોડું મિશ્રણ લઇને તમે ગમે તે શેપ આપી પેંડા બનાવી શકો છો.

ગાર્નિશ કરો

હવે પેંડાને ખાંડના પાવડરમાં રગદોળીને પ્લેટમાં રાખો,તો તૈયાર છે વડોદરાનાં પ્રખ્યાત દુલીરામનાં પેંડા તેમે સર્વ કરીને તેનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ટમેટા ચટણીની નવી રેસીપી : આ રીતે ઘરે બનાવો શેકેલા ટામેટા ટેસ્ટી અને ચટપટી ચટણી