સ્વાદનો ખજાનો ટમેટાના ચટણીની રેસીપી તમને મોઢામાં પાણી લાવી દે તેવી છે, જો તમે તેને ઘરે બનાવવા ઈચ્છતા હોવ તો નોંધી લો આ સરળ રીત.
5-6 ટામેટાં,6-7 લસણની કળી,1/2 કપ ડુંગળી,2 લીલા મરચાં,કોથમીર સમારેલી,મીઠું સ્વાદ પ્રમાણે,2 ચમચી તેલ,1/2 લીંબુનો રસ.
સૌ પ્રથમ ટમેટાને ઉભા કાપી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ટમેટાની સ્લાઈસ,લસણની કળી અને ઉપર મીઠું છાંટીને ફ્રાય કરી લો.
હવે ચીપટા વડે ટમેટાની છાલ કાઢી લો અને કાટા વાડી ચમચીની મદદથી મેશ કરીને એક બાઉલમાં કાઢી લો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી,લીલા મરચાની કટકી,કોથમરી અને મીઠું-મરચું ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે શેકેલા ટમેટાની ચટણી, તમે તેને ચણાના પૂડલા,પરાઠા વગેરે સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.