વઢવાણી રાઈતા મરચાં બનાવવાની સરળ રેસિપી નોંધી લો


By Vanraj Dabhi28, Apr 2024 01:43 PMgujaratijagran.com

રાઈતા મરચાંની રેસિપી

અથાણુંએ એવી રેસિપી છે જે શાક ન હોય તો ગરમ રોટલી કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. લીલા મરચાનું અથાણું ઘરે બનાવવું ખૂબ જ સરળ છે, આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે.

સામગ્રી

લીલા મરચા,મેથીના દાણા,સરસવ,અજમો,આખા ધાણા,જીરું,મીઠું,હળદર,આમ ચૂરણ,સરસવનું તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને સાફ કરીને મરચાને વચ્ચેથી ઊભા કાપી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં મેથીના દાણા,રાઈ,અજમો અને આખા ધાણા નાખીને થોડી વાર શેકી લો.

સ્ટેપ-3

આ મસાલાને મિક્સરમાં નાખીને બરછટ પીસી લો.આ અથાણાંના સ્વાદમાં વધારો કરશે.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં સમારેલા લીલા મરચા,મસાલા, હળદર પાવડર,કાળું મીઠું અને આમ ચૂરણ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં સરસવનું તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે વઢવાણી રાયતા,તેને કાચના વાસણમાં ભરીને રાખી શકો છોઅને પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જો રોટલી શેક્યા પછી જ કડક થઈ જાય છે તો આ વસ્તુ ઉમેરો, રોટલી કલાકો સુધી નરમ રહેશે