જો રોટલી શેક્યા પછી જ કડક થઈ જાય છે તો આ વસ્તુ ઉમેરો, રોટલી કલાકો સુધી નરમ રહેશે


By Smith Taral27, Apr 2024 06:20 PMgujaratijagran.com

રોટલી જેટલી નરમ અને કોમળ હોય તેટલીજ ખાવામાં સ્વાદીષ્ટ લાગે છે, ક્યારેક રોટલી શેકી લીધા પછી તે તરત કડક થઈ જાય છે. આવો જાણીએ કઈ વસ્તુ મેળવીને તમે રોટલીને કલાકો સુધી નરમ રાખી શકો છો.

પાણી રેડો

જો તમે નરમ રોટલી બનાવવા માંગતા હોવ તો બરફના પાણીથી લોટ બાંધો. લોટ બાંધ્યા પછી આ લોટને ભીના કપડાથી ઢાંકીને થોડી વાર માટે બાજુ પર રાખો અને પછી રોટલી બનાવો, રોટલી લાંબા સમય સુધી સોફ્ટ રહેશે

તેલ ઉમેરો

રોટલી વણતા પહેલા તેમાં તેલના થોડા ટીપા ઉમેરી લો પછી રોટલી વણો. તેલને બદલે ઘી પણ ઉમેરી શકો છો. આમ કરવાથી રોટલી સારી બને છે.

ખાવાનો સોડા

ખાવાનો સોડા ઉમેરીને રોટલીને નરમ અને ફૂલકા બનાવી શકાય છે. આ માટે હૂંફાળા પાણીમાં ખાવાનો સોડા ઉમેરી અને પછી લોટ બાંધો.

દૂધ ઉમેરો

રોટલી વણતા પહેલા તેમાં થોડું દૂધ ઉમેરો. દૂધથી રોટલીનો સ્વાદ નથી બદલાતો પણ રોટલી એકદમ નરમ બની જાય છે.

ઉનાળામાં કાચા કેળા ખાવાથી આ અદ્ભુત ફાયદા મળે છે, જાણી લો