સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ રેસિપી ઈડલી સાથે સાંભાર પીરસવામાં આવે છે, આજે આપણે સાંભાર બનાવવાની રીત જાણીશું.
તુવેર દાળ,તેલ,રાઈ-જીરું,મેથી દાણા,ચણાની દાળ,ચોખા,કોથમીર,હિંગ,લવિંગ,એલચી,લસણ,આદુ,નારિયેળનું કોપરું,મીઠા લીમડાના પાન,સૂકા લાલ મરચાં,હળદર,કાશ્મીરી મરચું પાવડર,ડુંગળી,મીઠું,લીલું મરચું,સમારેલા દૂધી-ટામેટા,ઇમલી પલ્પ,ગોળ.
એક પેન તેલ ગરમ કરી તેમાં તેમાં જીરું,મેથી દાણા,ચણાની દાળ,ચોખા,કોથમીર,હિંગ,લવિંગ,લીલી એલચી,લસણ,આદુ,સમારેલ નારિયેળ, અને મિઠો લીમડો ઉમેરીને શેકી લો.
હવે તેમાં સૂકા લાલ મરચાં,હળદર,કાશ્મીરી મરચું પાવડર,ડુંગળી,મીઠું નાખીને સાંતળી લો.
હવે થોડું ઠંડુ થાય પછી તેમાં થોડું પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટમાં બ્લેન્ડ કરી લો.
હવે એક પ્રેશર કૂકરમાં તેલ,લીલા મરચાની કટકી,દૂધી ગાજર,ટામેટાના ટુકડા,સ્વાદ અનુસાર મીઠું,તૈયાર કરેલ પેસ્ટ અને 2 ગ્લાસ પાણી ઉમેરો.
હવે તેમાં પલાળેલી તુવેર દાળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને પ્રેશર કૂકરની 4 સીટી વાગે ત્યાં સુધી રાંધી લો.
હવે પ્રેશર કૂકરની હવા કાઢીને તેમાં આમલીનો પ્યુરી,ગોળ ઉમેરીને 2-3 મિનિટ પકાવો.
હવે વઘાર તૈયાર કરીને સાંભરમાં ઉમેરીને મિક્સ કરો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.