દહીંની ચટણી : આ રીતે ઘરે બનાવો દહીંની ચટણી


By Vanraj Dabhi05, Feb 2024 12:28 PMgujaratijagran.com

દહીંની ચટણી

શિયાળામાં દરેક લોકો ગરમ-ગરમ અને હેલ્ધી રેસીપી ખાવાનું પસંદ કરતા હોય છે, આજે આપણે સ્પાઈસી દહીંની ચટણી બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

દહીં,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,હળદર પાવડર,ગરમ મસાલા,સ્વાદ પ્રમાણે મીઠું,તેલ,રાઈ,જીરું,હીંગ,મીઠો લીંમડો,લસણ,ડુંગળી,કોથમરી.

સ્ટેપ- 1

એક બાઉલમાં દહીં,મરચું પાવડર,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો,મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,હીંગ,મીઠો લીમડો,લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં ડુંગળી અને તૈયાર કરે મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે થોડીવાર ગરમ કરીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે દહીંની ચટણી, તમે તેમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હલવો રેસીપી : મગની દાળનો હલવો