મગની દાળ,ખાંડ,પાણી,દૂધ,કેશર,ઘી,ફ્રૂટ કલર,ડ્રાય ફ્રૂટ્સ,રવો,ચણાનો લોટ,નારિયેળનું કોપરું.
સૌ પ્રથમ એક બાઉલમાં મગદાળને પાણીથી ધોઈ લો અને એક પેનમાં નાખીને શેકી લો.
હવે ઠંડુ થયા પછી એક મિક્સર જારમાં નાખીને પીસી લો.
હવે પેનમાં ખાંડ,પાણી,દૂધ,કેશર,ઘી,ફ્રૂટ કલર ઉમેરીને ચાસણી તૈયાર કરો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને ડ્રાય ફ્રૂટ્સ તળી લો અને પછી તેમાં રવો,ચણાનો લોટ,મગદાળ,અને ચાસણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં તળેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરો.
નારિયેળનું કોપરું ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.