Tuver Totha: શિયાળામાં મિત્રો સાથે તુવેર ટોઠાની પાર્ટી કરવા આ રેસીપી નોંધી લો


By Vanraj Dabhi25, Oct 2024 12:27 PMgujaratijagran.com

તુવેર ટોઠા

શિયાળાની સ્પેશિયલ રેસીપી તરિકે જાણીતી વાનગી એટલે લીલી તુવેરના ટોઠાની રેસીપી ઘરે અજમાવી શકો છો.

સામગ્રી

લીલી તુવેર, લીલું લસણ, મીઠું, બેકિગ સોડા, તેલ, આદુ, મરચા, ટમેટાની પ્યુરી, અજમો, સુકા લાલ મરચા, હળદર, ડુંગળી, ધાણાજીરુ.

સ્ટેપ- 1

એક કૂકરમાં લીલી તુવેર,થોડું મીઠું,બકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી બે સિટી વગે ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ- 2

હવે એક કડોઈમાં તેલ ગરમ કરી તેમા અજમો,સુકા મરચા,તમાલપત્ર અને સમારેલી ડુંગળી,આદુ,લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો.

સ્ટેપ- 3

હવે તેમાં એક કપ ટમેટાની પ્યુરી ઉમેરીને સુધી ડ્રાઈ થઈ જાય ત્યાં સુધી પકાવીને પછી તેમા થોડું લીલું લસણ,લાલ મચરું,હળદર,ધાણાજીરું,હિંગ ઉમેરીને તેમા બાફેલી તુવેર તેમા ઉમેરો.

સ્ટેપ- 4

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેલ અલગ થાય ત્યાં સુધી થોડીવાર પાકવા દો પછી ગરમ મસાલો અને કોથમરી.

સર્વ કરો

થલતેજ પાસે તૈલાવના તુવેર ટોઠા જેવા જ ટોઢા તૈયાર છે, તમે તેને બાજરાના રોટલા અથવા બ્રેડ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kumbhaniya Bhajiya: કુંભાણીયા ભજીયાની રેસીપી