Kumbhaniya Bhajiya: કુંભાણીયા ભજીયાની રેસીપી


By Vanraj Dabhi25, Oct 2024 11:47 AMgujaratijagran.com

કુંભાણીયા ભજીયા

ભજીયા તો તમે ઘણી પ્રકારના ખાધા હશે, આજે અમે તમને સૂરની પ્રખ્યાત રેસીપી કુંભાણીયા ભજીયા બનાવવીની રીત જણાવીશું.

સામગ્રી

લીલી મેથી, કોથમરી, લીલુ લસણ, લીલા મરચા, આદું,1 ચમચી હીંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો, 1ચમચી, 1 ચમચી ધાણીજીરુ અને 1 ચમચી મેથીના દાણા,લીંબુ, સ્વાદ મુજબ ખાંડ, 1 કપ ચણાનો લોટ,જરૂર મુજૂ પાણી, તેલ, ડુંગળી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ લીલી મેથી,લીલુ લસણ,કોથમરી, લીલા મરચા અને આદુને બારીક સમારી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને ઉપર જણાવેલા તમામ મસાલા એડ કરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે તેમાં 1 કપ ચણાનો લોટ અને એક લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે જરૂર મુજબ એક એક ચમચી પાણી એડ કરીને સારી રીતે બેટર બનાવી લો. ધ્યાન રાખો કે બેટર ફૂલવડી જેવું નથી બનાવવાનું.

સ્ટેપ- 5

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બેટરના ભજીયા બનાવો.

સર્વ કરો

તેલમાં એકદમ ક્રિસ્પી તળી લઈને લીંબુ અને ડુંગળી સાથે ગરમાગરમ સર્વ કરીશું.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ragda Patties: રગડા પેટીસ બનાવવાની પરફેક્ટ રેસીપી