બરફી તો દરેક લોકોએ ખાધી હશે,આજે આપણે ત્રિરંગા બરફી બનાવવાની રીત જાણીશું.
મિલ્ક પાઉડર,દૂધ,ધી,ખાંડ, કેસરી કલર, લીલો કલર.
સૌ પ્રથમ એક પેનમાં ઘી, દૂધ અને મિલ્ક પાઉડર નાખીને મિક્સ કરો.
હવે તેમાં ખાંડ નાખીને ગેસ પર ગરમ કરો.
હવે તેને ત્રણ ભાગમાં અલગ કરી પછી એક ભાગમાં કેસરી અને બીજા ભાગમાં લીલો કલર નાખીને મિક્સ કરી લો.
હવે બધુ મસળી પેંડા જેવડા લૂઆ બનાવી લો.
હવે ત્રણેય ભાગને દબાવીને મનપસંદ આકાર આપો.
તૈયાર છે ત્રિરંગા બરફી, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.