બ્રેડમાંથી ઘણી રેસીપી બનાવવામાં આવે છે, તમે બ્રેડની સેન્ડવિચ તો ખાધી હશે, આજે અમે તમને બ્રેડની કટલેસ બનાવવાની રીત જણાવીશું.
બ્રેડ, બાફેલ બટાકા, લીલા વટાણા, કોબી, ગાજર, ડુંગળી, લીલા મરચાં, આદું, ગરમ મસાલો, લીંબુનો રસ, તેલ, પાણી, મીઠું, ટોમેટો કેચપ,ચીઝ.
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી,આદું અને લીલા મરચાં નાંખીને 30 સેકંડ સુધી સાંતળી લો.
તેમાં ખમણેલું ગાજર, કોબી, બાફેલાં લીલા વટાણા અને ગરમ મસાલો નાંખો.
હવે બધુ મિક્સ કરી થોડીવાર પકાવીને એક બાઉલમાં કાઢી લો.
હવે બ્રેડના ટુકડા કરી એક બાઉલમાં પાણીમાં પલાળીને પાણી નીતારીને તૈયાર કરેલ શાકભાજીના મિશ્રણમાં ઉમેરીને મિક્સ કરી લો.
હવે મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો અને એક નોન સ્ટીક પેનમાં એક ચમચી તેલ નાખીને કટલેસને શેકી લો.
તૈયાર છે બ્રેડની કટલેસ ઉપર ટોમેટો કેચપ ગાર્નિશ કરીને શર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.