ફિરની એક પંજાબીનું ફેમસ ક્રીમી ડેઝર્ટ છે, જે દૂધ અને ચોખાથી બનેલું ખીર જેવું હોય છે, આ રેસીપી ખાસ તહેવાર જેવા કે દિવાળી, રક્ષાબંધન, સાતમ-આઠમ અને મકર સંક્રાંતિ જેવા તહેવારોમાં પરંપરાગત રીતે પીરસવામાં આવે છે.
ચોખા, દૂધ, ખાંડ, વરિયાળી.
સૌ પ્રથમ ચોખાને 20 મિનિટ સુધી પાણીમાં પલાળીને પછી મિક્સરમાં પીસીને ઝીણી પેસ્ટ બનાવી લો.
હવે એક પેનમાં દૂધ અને વરિયાળી નાખી 5 મિનિટ સુધી મધ્યમ આંચે પકાવી લો.
હવે વરિયાળીને ગાળીને કાઢી લો અને દૂધને ફરીથી ગરમ કરીને તેમાં ચોખાની પેસ્ટ અને ખાંડ નાખી મિક્સ કરો.
5 મિનીટ સુધી પકાવીને પછી સર્વિંગ બાઉલમાં કાઢીને ફ્રિજમાં ઠંડી થવા માટે મૂકી દો.
તૈયાર છે ટ્રેડિશનલ પંજાબી ફિરની, તમે તહેવાર દરમિયાન ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.