Tomato Chutney: ટામેટા અને ખજૂરની ચટણી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi22, Oct 2024 06:46 PMgujaratijagran.com

ટામેટા ખજૂરની ચટણી

ચટણી તો તમે ઘણી પ્રકારની ખાધી હશે, પરંતુ તમે ક્યારેય ટામેટા ખજૂરની ચટણી નહીં બનાવી હોય, નોંધી લો રેસીપી.

સામગ્રી

ટમેટા, ખજૂર, સૂકા આખા લાલ મરચાં, વરિયાળી, મેથીના દાણા, જીરું, હિંગ, ખાંડ, મીઠું, રાઈ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી તેમાં ટમેટાને હળવા બાફી તેની છાલ ઉતારી એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરં, સૂકા મરચાં વગેરે મસાલા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં બાફેલા ટમેટા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ખજૂર અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને સારી રીતે પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે ખજૂર ટમેટાની યુનિક ચટણી, તમે ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમ તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Mathiya Recipe: દિવાળીનાં નાસ્તા માટે ક્રિસ્પી ટેસ્ટી જાડા મઠીયાની રેસીપી